સપના અળવીતરાં - ૩૬

(44)
  • 2.5k
  • 5
  • 1k

સમીરા નું વર્તન જોઈને બધા અચંબિત થઈ ગયા. સૌથી પહેલી કળ રાગિણી ને વળી. તે સોફામા ખસતી ખસતી સમીરા ની નજીક ગઈ. તેનો ચહેરો પ્રયત્ન પૂર્વક પોતાની તરફ ફેરવીને પૂછ્યું,"તું ઓળખે છે આ બંને ને? "સમીરા નો આંસુમઢ્યો ચહેરો હકારમાં હલ્યો. સાથે જ હોઠ પણ ફફડ્યા... "એ મારો વરૂણ છે... મારો દિકરો... "એક ડુસકાં સાથે તેના આગળના શબ્દો અટવાઈ ગયા. "યુ મીન, તે દિવસે તારા હાથમાં... "સમીરા એ તીખી નજરે રાગિણી સામે જોયું અને બોલતા બોલતા રાગિણી અટકી ગઈ. સહસા તેને બીજા બધાની હાજરી યાદ આવી અને એ હજુ કોઇ પર એટલો વિશ્વાસ નહોતી કરી શકી કે પોતાનો ભુતકાળ એમની સામે ઉખેળે...