અંગારપથ. - ૧૩

(259)
  • 9.2k
  • 15
  • 6.7k

અંગારપથ. પ્રકરણ-૧૩. પ્રવિણ પીઠડીયા. “ફાઇલમાં જે કાગળિયા છે એ વિસ્ફોટક છે. મને લાગે છે કે આપણે સાચી દિશામાં જઇ રહ્યાં છીએ.” અભિમન્યુએ ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢ્યું અને એક સિગારેટ સળગાવી, ઉંડો કશ લઇને ધુમાડો હવામાં છોડતા કહ્યું. ચારું દેશપાંડે પોતાની ઉત્કંષ્ઠા રોકી શકતી નહોતી. તેણે ફાઇલ ખોલી અને એક પછી એક પન્ના ઉથલાવા લાગી. ફાઇલની અંદરની વીગતો જોઇને તેની આંખો વિસ્ફારીત બની. હદય ધબકારો ચૂકી ગયું અને અનાયાસે જ તેનું મોં આશ્વર્યથી ખૂલ્યું. “યુ આર રાઇટ, આ તો બોમ્બ છે. મારે અત્યારે જ કમીશનર સાહેબને મળવું પડશે.” ચારું ખરેખર ડઘાઇ ગઇ હતી. “બિલકુલ નહી. તને એમ લાગે