કલાકાર તો પ્રગટ થતાં હોય...!

  • 2.3k
  • 965

કલાકાર તો પ્રગટ થતાં હોય..! નથી ઈમાનની આ દુનિયા નથી પ્યારની આ દુનિયા નથી ભાવના ને કર્તવ્યના એ વ્યવહારની આ દુનિયા બધું લીલામ થાય છે અહીં તો દિલ અને દીમાગથી ચારેય કોર અહીં વેપાર-ધંધા ને વ્યવહારની દુનિયા આ ચાર લીટી વાંચીને, હું જિંદગીથી પરવારી ગયેલો હોય એવું તો નથી લાગ્યું ને..? વાસ્તવમાં એવું નથી. કલાકારને જ્યારે કલાના મુખડાની માયા લાગે, સાવ અલગારી બની સન્યાસી બનવાનો ફાંટો કાઢે ત્યારે, આવી ચાર લીટી નીકળે. પ્રત્યેક જીવ એની સંવેદનાનો માલિક છે દોસ્ત..! વેદનાઓનો જાગીરદાર છે. સંવેદના એને હસાવે, રડાવે, ક્રિયાશીલ બનાવે,