ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 6

(212)
  • 13.5k
  • 17
  • 8.2k

કરપીણ શિયાળો. કતલ કરી નાંખે તેવી ઠંડી. અમાસી રાત. મુંબઇથી ઉપડેલી ટ્રેન પોરબંદરના સ્ટેશને પહોંચીને ઊભી રહી ગઇ. તે જમાનામાં પોરબંદર છેલ્લુ સ્ટેશન ગણાતું અત્યારની મને ખબર નથી. મોટાભાગના પેસેન્જરો ઊતરી પડ્યા. ડબ્બાઓની સાફસૂફી કરવા માટે રેલ્વેના ચોથા વર્ગના કર્મચારીઓ એક પછી એક કમ્પાર્ટમેન્ટમાં ફરી વળ્યા. જે રડ્યા-ખડ્યા મુસાફરો ટૂંટીયું વાળીને ઊંઘતા હતા તેમને ઢંઢોળીને જગાડ્યા: “ ઊતરો હવે પોરબંદર આવી ગયું.” લાશની જેમ પડેલા માનવદેહો અચાનક ચોંકીને, જાગીને, આંખો ચોળતાં, પોતાનો સામાન ઊઠાવીને ઊતરવા ઊતરવા લાગ્યા.