અવિનાસ એ હમણાં જ કોલેજ પૂરી કરી. તે અઠવાડિયામાં પાંચ દિવસ ટ્રેનમાં અપડાઉન કરે અને જોબ પર જાય. અવિનાસ એક એકાઉન્ટ કંપની માં જોબ કરે. અવિનાસ એકદમ શાંત, શરમાળ અને કામથી કામ રાખવાવાળો છોકરો.એક દિવસ તેણે દશમાં ધોરણમાં તેણાં સાથે ભણતી છોકરી, તેણે પ્લેટફોમૅ પર દેખાઇ. તેણે દેખતા જ અવિનાસને એ યાદ આવ્યું કે, "આ એ જ છોકરી છે કે, જે દશમાં ધોરણમાં તેણાં સાથે ભણતી હતી". તે છોકરી દેખાવ માં ખુબ જ સુંદર, શરમાળ અને બહું ઓછુ બોલવાવાળી. તેણે સામે આવતાં જોઈ તે ખુશ થયો અને જુની યાદો તાજી થઈ. તે મનમાં વિચારતો હતો કે, "આ છોકરી મને ઓળખશે