રૂપાળી જાળ

(112)
  • 2.3k
  • 11
  • 1k

“જય શ્રી કૃષ્ણ!” રૂપાની ઘંટડી જેવો સુરીલો અવાજ સાંભળીને શ્યામ અટક્યો હતો અને માથું તેત્રીસ ડીગ્રી ઘુમાવી પાછળ જોયું હતું. પાછળ રૂપનો કટકો નહિ આખેઆખું રૂપ જ ઉભું હતું. શ્યામે હવે આખા શરીરને એ રૂપ તરફ ઘુમાવી દીધું. એ કંઈ કહે એ પહેલા જ ઘંટડી ફરી રણકી હતી.. એ યુવતી બોલી હતી, “મારું એકટીવા ચાલુ નથી થઇ રહ્યું. તમે પ્લીઝ કિક મારી આપશો? મારાથી કિક મારીને એ કોઈ દિવસ ચાલું નથી થયું.’’ શ્યામ આજે ઉતાવળમાં હતો. કોલેજથી નીકળીને એને એની દીદી અને જીજાજી માટે ફિલ્મની ટીકીટો લાવવાની હતી. મમ્મીએ સાંજ માટે ગાજરનો હલવો બનાવવાનું નક્કી કરેલું. આજે ઘણા દિવસો બાદ