આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા ને અભી એકાંતમાં એમના લગ્નને લઈને થોડી એમની મુંઝવણ ને વિચાર એકબીજા સમક્ષ રજૂ કરે છે. સૌમ્યા પ્રથમને એના લગ્નનો નિર્ણય જણાવી દે છે અને આકાંક્ષા એના વકીલ ને ડિવોર્સ માટેની કાર્યવાહી કરવાનું કહે છે. હવે આગળ...છૂટે હાથે વહેંચવા બેઠું છે કોઈ,ખુલ્લે હાથે સમેટવા બેઠું છે કોઈ,સમર્પણનો દરિયો પી ગયા કે શું !બધું જ આપવા બેઠા છે સૌ કોઈ...આકાંક્ષાના આ સવાલથી સૌમ્યાની આંખોમાં ચમક આવી ગઈ, એને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. પતિની સાથે પોતાના માતા પિતા પણ સોંપી જતી આ તે કેવી વ્યક્તિ છે! મૃત્યુની કગાર પર ઉભા રહેનારને તો મોહ વધુ