પ્રકરણ 2 લાગ્યો કસુંબીનો રંગગતાંકથી ચાલુ "બેટા, ગીતિ કેમ નથી આવી હજુ?" શ્યામિકાબેન એ કર્તરીને પાણીનો ગ્લાસ આપતા પૂછ્યું. બંને બહેનો એક જ યુનિવર્સિટીમાં હતા એટલે મોટા ભાગે સાથે જ ઘરે આવતા. ડિપાર્ટમેન્ટ અલગ હતા, તેથી જ્યારે રાહ જોવાની હોય ત્યારે કેફેટેરીયા માં બેસી રાહ જોતા. હવે તો બંન્નેના મિત્રો પણ એકબીજાનાં સારા એવા દોસ્ત બની ગયા હતા. "હા મોમ, એણે તમને કૉલ કર્યો હતો, પણ બિઝી આવતો હતો એટલે મને કેવા નું કહ્યું છે. એને આવતા વાર લાગશે. એ તેના આર્ટ સેન્ટર માં મિટિંગ માટે ગઈ છે. વધારે તો મારે પણ વાત નથી થઈ, પણ લગભગ આઠ વાગશે એવું