લાઇમ લાઇટ ૨૫

(211)
  • 6k
  • 12
  • 3.5k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૫ ઇન્સ્પેક્ટરે પ્રકાશચંદ્રના મોબાઇલમાં રસીલીનો નંબર જોઇ કામિનીને તેના વિશે પૂછ્યું ત્યારે તે ચોંકી ગઇ હતી. કામિનીએ ઇન્સ્પેક્ટરના એ સવાલની પુષ્ટિ કરી કે રસીલી "લાઇમ લાઇટ" ની હીરોઇન જ છે. એ પછી ઇન્સ્પેક્ટર રાણાવતે ધારદાર નજરે કામિની તરફ જોઇને અણિયાળો સવાલ ફેંક્યો:"ક્યાંક પ્રણયત્રિકોણ તો નથી ને? આપણી ફિલ્મોમાં આવે છે એવો!" કામિનીને ઇન્સ્પેક્ટરનો આ સવાલ ગિલોલમાંથી છૂટેલા પત્થર જેવો સખત લાગ્યો. તે સમસમીને બેસી રહી. તેની આંખમાં અત્યાર સુધી આંસુ તગતગતા હતા. હવે તણખા ઝરશે એવું ઇન્સ્પેક્ટરને લાગ્યું. તેણે વાતને સ્પષ્ટ કરી:"તમને ખરાબ લાગ્યું હોય તો માફી ચાહું છું. પણ મારે તપાસ તો બધા જ