કોનો વાંક

(58)
  • 4.5k
  • 1
  • 1.2k

સ્નેહા, સ્નેહા, ઊભી રહે સ્નેહા, સાંભળ સ્નેહા, બસમાંથી ઉતરીને બૂમો પાડતી બીના સ્નેહાની પાછળ રીતસરની દોડતી હતી. પણ સ્નેહા સાંભળે તે બીજી. સ્નેહાનો ગુસ્સો તો આસમાને પહોંચ્યો હતો. તે બીનાની કોઇપણ વાત સાંભળવા તૈયાર નહોતી. તેને તો બસ, બીનાથી ભાગવું હતું. અને અચાનક બીના સ્નેહાની સામે જઇને ઊભી રહી ગઈ. સ્નેહા એક ડગલું પાછળ ખસી ગઈ.સ્નેહા, મારી વાત તો સાંભળ, બીનાએ અધીરાઇથી કહયું. મારે તારી કોઈ વાત સાંભળવી નથી. સ્નેહા એ વળતો પ્રત્યુત્તર આપ્યો.બીના અને સ્નેહા બાળપણની સહેલી હતી. બારમું પાસ કરીને બન્નેએ એક જ કોલેજમાં એડમિશન લીધું હતું. ત્રણ દિવસથી બીના કોલેજમાં નહોતી આવી. ન કોઇ ફોન, ન કોઇ