ચેક મેટ 'સાક્ષી, જલ્દી આવ... મારે મોડું થાય છે. બ્રેકફાસ્ટ કરીને હું જલ્દી નીકળીશ. આજે મારે મિટિંગમાં જવાનું છે.', સૂરજે સવારમાં ડાઇનિંગ ટેબલ પર બેસ્ટ કહ્યું. 'કમિંગ સ્વીટહાર્ટ...', સાક્ષીએ કહ્યું. સૂરજ અને સાક્ષીએ પ્રેમ લગ્ન કરીને એકલા જ રહેવાનું વિચાર્યું. મા-બાપની યાદ તો આવે, પરંતુ માતા-પિતા એમના લગ્નથી નારાઝ હતા એટલે દિલથી ફોન પર પણ વાત ના કરે અને વધારે વાર મળવા પણ ના આવે. જિંદગી ચાલતી ગઈ ને સમય વીતતો ગયો. આજે લગ્નને ત્રણ વર્ષ પુરા થઇ ગયા છે. કાલે એમની એનિવર્સરી એટલે સાક્ષીએ મનમાં કાંઈક વધારે સરસ રીતે એનિવર્સરી ઉજવાય એવી તૈયારી કરી હતી. સૂરજની પહેલી કિરણ આંખ