બુધવારની બપોરે - 29

(13)
  • 3.9k
  • 4
  • 1.1k

ડાકૂ સાહિત્ય પરિષદના નેજા હેઠળ, પ્રમુખશ્રી ખૂંખાર કવિ રબ્બરસિંઘે ડાકૂ-કવિઓનું કવિ સંમેલન બોલાવ્યું હતું, એ જાણવા છતાં કે ગાંવવાલોંને તો કવિ અને ડાકૂ વચ્ચે કોઇ તફાવત હોવાની જ ખબર નથી. સંમેલનમાં મૂર્ધન્યથી માંડીને નવોદિત ડાકૂઓ ખભે બગલથેલા લટકાવીને શોભામાં અભિવૃધ્ધિ કરી રહ્યા હતા. બધા બગલથેલામાં પૂરતા પ્રમાણમાં દારૂગોળાનો-એટલે કે શે’ર-શાયરી-ગઝલોનો જથ્થો ઝૂલતો હતો. પહેલી વાર ડાકૂઓ મિલિટરી-લિબાસને બદલે ખાદીના ઝભ્ભા-લેંઘા પહેરીને આવ્યા હતા.