પારદર્શી - 4

(36)
  • 2.7k
  • 5
  • 1.7k

પારદર્શી-4 સમ્યકની ઓફીસમાં હવે બધુ કામ બરાબર ચાલવા લાગ્યું.મોહિની એક બહું મોટા સકંજામાંથી છુટી હોય એમ પ્રફુલ્લીત રહીને પોતાનું કામ કરતી.સમ્યકે પણ હવે ડિઝાઇનીંગનું કામ મોહિની એકલી જ કરશે એવું નકકી કરેલું.હવે તો મોહિની પોતાના ઘર કરતા અહિં પોતાની ઓફીસમાં વધારે ખુશ રહેતી.ઘરે એનું મન હવે ઓછું લાગતું.કારણ કે એ રાત્રે જયાંરે મોહિનીએ પોતાના પતિને ટોની અને સમ્યકની વાત કરી તો એનો પ્રત્યુતર કંઇક આવો હતો “સારું, હવે તો એ ટોની ગયોને.હવે તારે નોકરી છોડવાની કોઇ જરૂર નથી.સમ્યક જેવો બોસ હોય પછી શું ચીંતા? હવે શાંતિથી નોકરી કરજે.” એની વાતમાં મોહિનીને કયાંય પતિ તરીકેની સાંત્વના