બુધવારની બપોરે - 28

(15)
  • 3.2k
  • 3
  • 1.2k

અમારા ડ્રૉઇંગ-રૂમમાં સૌથી મોટો કચરો વિચારોનો હતો, જેનો ઉપયોગ અમે કદી કર્યો નહતો. ઑનેસ્ટલી, કેટલાક વિચારો તો વપરાયા વિનાના પડી રહ્યા હતા અને બ્રાન્ડ-ન્યૂ વિચારો કોઇ કામમાં આવે એવા નહોતા. ફાલતુ આઇડીયાઓનો કચરો અમે એકબીજા ઉપર ચોક્કસ ઢોળતા હતા.....એમ નહિ કે, ‘આ માણસ બકવાસ કરે છે તો એના સજેશનને બદલે એને ઉપાડીને ઘરની બહાર ફેંકી દઇએ.’ આવા વિચારો ઘરના બધાને ખાસ તો, મારા માટે આવતા. મારી પોતાની માલિકીની વિચારોની એક મોટી ફૅક્ટરી છે, પણ માલ વેચાતો નથી. ઉત્પાદન થતું હોય તો ફૅક્ટરી ચાલે, એવું ઘણા કહે છે. ઘરમાં કોઇ પણ ફેરફાર માટે હું સૂચન કરૂં તો, બધા હસી પડવાને બદલે કેમ જાણે બધાને એકસામટી વૉમિટ થવાની હોય, એવા મોંઢા કરતા.