(આગળના ભાગમાં જોયું કે શૌર્ય, S.P. અને અર્જુન KING INDUSTRY પર જાય છે, શૌર્ય જે પ્રમાણે ઈચ્છતો હતો એ પ્રમાણે જ આખી કંપની તૈયાર કરવામાં આવી હોય છે, તે ત્રણેય એક સિક્રેટ જગ્યા પર જાય છે જેની જાણ બીજા કોઈ ને પણ હતી નહીં, એવું તો શું હતું એ જગ્યા પર આવો જાણીએ) વિશાળ હોલ મા કેટલીક ગન પડી હોય છે, એકદમ નાના નાના અલગ અલગ આકારની વસ્તુઓ પડી હતી, દિવાલમાં ફર્નિચર ના ખાનાઓની અંદર ગન લગાવેલી હતી, ટૂંકમાં કહું તો દુનિયા ના બેસ્ટ હથિયારો એ જગ્યા પર ઉપસ્થિત હતાં. “સર અહીં દુનિયા ના સૌથી સારા હથિયારો છે ” અર્જુન એ કહ્યું “સર