એ જમાના તો હવે ગયા. ઊફ....કેવા રસભર્યા પ્રેમપત્રો આપણે એક જમાનામાં લખતા હતા, ભલે એને વાંચનારીઓ નહોતી મળતી પણ એકાદી ઝપટમાં આવી જતી, તો એની તો લાઇફ બની જતી ને? હવે ફૅસબૂક અને વૉટ્સઍપના જમાનાની આજની પેઢીને ખબરે ય ન હોય કે, સ્કૂલમાં ભણવાની લિટીવાળી ઍક્સરસાઇઝ નૉટબૂકના છેલ્લા પાનાનો કેવો માદક ઉપયોગ આપણે કરતા હતા - ક્લાસરૂમની પાટલી લૂછવા માટે નહિ, ક્લાસની કોઇ મનલૂભાવન છોકરીને પ્રેમપત્ર લખવા માટે!