સમુદ્રાન્તિકે - 1

(235)
  • 64.5k
  • 55
  • 37.2k

ભરતી ઊતરે ત્યાં સુધી અમારે રાહ જોવાની છે. ત્રણ બાજુએથી સમુદ્રજળ વડે ઘેરાયેલી ભૂશિરના આખરી ખડક પર હું બેઠો છું. જાનકી દીવાદાંડી પાસે રમે છે. શંખલાં, છીપલાં, છીપલાં વીણતી, પોતાની નાનકડી ચાળમાં ભરતી, કંઈક ગીત ગણગણે છે. અહીંથી થોડે દૂર સમુદ્રમાંથી ઊભા થતા કોઈ મહાદાનવના શીર્ષ સમો એક ખડક ઊપસ્યો છે. તેના પર શિકોતર માતાનું મંદિર છે. જાનકી મને તે મંદિરે લઈ જવાની છે.