લવ કોમ્પ્લીકેટેડ (4)

(37)
  • 7k
  • 3
  • 4.2k

ભાગ- 4 અંતે પરિક્ષા પતાવી ઘરે આવ્યો, રાત હતી. માધુરી ને મળવાનું બહુ મન થતું રહ્યું પણ સવાર સુધી રાહ જોયા વગર છુટકો જ નહોતો. સવારે દૂધ લેવા માટે નીકળશે તો કમસેકમ તેને જોઈ તો શકાય એમ વિચારી પાંચ વાગ્યાની એલાર્મ મૂકી સુવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ તો આવવાનું નામ જ નહોતી લેતી. એલાર્મ વાગતાં પહેલાં જ ઉઠી જવાયું, હજુ તો સાડા ચાર જ વાગ્યા હતા તો પણ હું ખુરસી રાખી બારી પાસે ગોઠવાઈ ગયો. રોજ દૂધવાળા ના સમય પહેલાં જ આવી જતી પણ આજે તો દુધવાળાને પણ બેલ વગાડવી પડી. થોડી વારે દરવાજો ખુલ્યો, આજ એક મહિના પછી હું