Factual Talks

  • 2.8k
  • 932

જો આપણે એવું ઈચ્છતા હોય કે આપણને બધા સમજે તો પહેલાં આપણે એમને સમજવા પડશે અને એમને બોલવા દેવું પડશે.આપણે તો કાયમ એવું જ ઇચ્છીએ છીએ કે આપણને જ બધા સાંભળે અને સમજે તો આપણે પણ ક્યારેક સામેવાળાને બોલવાની તક આપવી પડશે અને સમજવા પડશે.કાયમ આપણે જ સાચા છીએ, આપણને જ બધું ખબર છે એવું માનતા હોઈએ તો એ મિથ્યાભિમાન છે.વાસ્તવિક્તા એ છે કે દરેક પાસે એમના અનુભવો પ્રમાણેનુ જ્ઞાન હોય છે અને દરેક પાસેથી જ્ઞાન લેવા જેવું હોય છે પણ આપણે તો આપણા જ અભિપ્રાયો થોપીએ છીએ બીજા પર તો એ પણ ક્યારેક એના અભિપ્રાયો થોપશે ને આપણી પર?