સ્વપ્ન

(17)
  • 1.6k
  • 3
  • 514

સ્વપ્ન.?????નિરવ રસ્તાપર એક પણ વાહનની કે, કોઈ વ્યક્તિની અવર- જવર ન્હોતી, શાંત રાત્રી બેધડક વધી રહી હતી પવન મંદ સ્નિગ્ધ ! ધીમી ગતિએ વ્હાતો હતો, અંધારામાં વૃક્ષો ઘેરા દિશતા હતા, રસ્તાની બન્નેબાજુ લેમ્પપોસ્ટ હતા; પણ ત્યાં લાઈટની ગેરહાજરી હોવાથી ભયાવહ અંધારું મને અકળાવી રહ્યું હતું, ચિબરીનો અને કંસારી અવાજ ડરને વધારતો હતો, ક્યાંક આઘેથી ભૂખ્યા કુતરાનો રોવાનો અવાજ સ્પષ્ટ અને ગંભીરતાથી સાંભળી શકાય તેવો આવતો હતો, હું ધીમા પગલે મક્કમ ગતિએ ઘર તરફ જઈ રહ્યો હતો, પાકી સડક પુરી થઈ ને એક બન્ને બાજુ ઘેઘુર વૃક્ષો વાળો કાચો કેડીદાર રસ્તો આવ્યો હું એ ઉબળ ખાબળ રસ્તે ભય સાથે ચાલ્યે જવ