આમ મને અહીંની વાત તહીં કરવાની આદત નહિ, ‘છતાં ય’ મારે પત્રકાર બનવું હતું. ગ્રામરમાં હું ઘણો વીક હતો, એટલે પત્રકાર બનવાની પહેલી લાયકાત તો જન્મજાત કહેવાય. ખોટું નહિ બોલું, પણ મને ગિફ્ટો આપવા કરતા લેવી વધુ ગમતી. એ તો અનુભવી યારદોસ્તોએ કીધું કે, ‘તારૂં જનરલ નૉલેજ’ બહુ પૂઅર છે....તું વગર મેહનતે પત્રકાર બની શકીશ,’ એટલે મને ય વિશ્વાસ બેઠો કે છોકરામાં એટલે કે, મારામાં કંઇ દમ તો છે. કેટલાક પીઢ પત્રકારોએ સલાહ પણ આપી કે, હવે ડ્રિન્ક્સ લેવાની શરૂઆત કરી દેવી પડશે.....અફ કૉર્સ, શરૂઆતમાં કોઇ ફ્રીમાં નહિ પીવડાવે.