વન્સ અપોન અ ટાઈમ - 22

(212)
  • 10.9k
  • 16
  • 8.8k

‘દેખ, ઈસ કા બદલા હમ સાથ મિલ કે લેંગે.’ દાઉદ ઈબ્રાહીમ બડા રાજનના જમણા હાથ સમા રાજેન્દ્ર નિખાલજેને કહી રહ્યો હતો. રાજેન્દ્ર નિખાલજેને બડા રાજનની ગેંગમાં બધા છોટા રાજન તરીકે ઓળખતા હતા અને પઠાણ ગૅંન્ગે બડા રાજનનું કોર્ટમાં ખૂન કરાવી નાખ્યું એ પછી છોટા રાજને બડા રાજન ગેંગનું સુકાન સંભાળી લીધું હતું.