આહા! વેકેશન....

  • 3.4k
  • 3
  • 1.1k

આમ તો અત્યારે બધી જ સ્કૂલોમાં વેકેશન પડી ગયું છે. બાળકો અને વાલીઓ બધા હાશકારો અનુભવી રહ્યા છે. ધોમ - ધખતા વૈશાખી તડકામાં જાણે અચાનક શ્રાવણી વાદળી વરસી પડી... એટલું રિલેક્સેશન લાગતું હશે ખરું ને ? હું પણ એક વાલી છુ અને હું પણ અત્યારે આમાંથી પસાર થઈ રહી છું. પણ - પણ - પણ.... શું બાળકો ખરેખર વેકેશન માણી રહ્યા છે? ફૂલ ટાઇમ મસ્તી?? _ _ _ આપણે નાના હતા ત્યારે વેકેશનમાં કેવી મજા કરતા. વેકેશનનો પર્યાય એટલે ' મામા નું ઘર ' , ક્યારે વેકેશન પડે અને ક્યારે મામા ના ઘેર ઊપડી જઈએ?