અમર પ્રેમ

(36)
  • 4.3k
  • 3
  • 1.1k

            ચોમાસું બેસી ગયું હતું. ધૂળની ડમરીઓ માંથી છુટકારો મળી ગયો હતો. વરસાદના ઝાપટાઓની શરૂઆત થઇ ચુકી હતી. આવા જ અષાઢ મહિનાની ચોથના દિવસે મિત પોતાની બાઈક લઈને એક જરૂરી કામથી અમદાવાદમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં જઈ રહ્યો હતો. આજે થોડા વાદળા હતા પણ વરસાદ નહીં આવે એમ સમજી એ રેઇનકોટ લીધા વગર જ નીકળી ગયો. કામ લગભગ ૩૦મિનિટમાં પતી જશે અને એ જલ્દી ઘરે પાછો આવી જશે એ જ વિચારથી મિત ઘરેથી નીકળ્યો હતો.             મિત શાહીબાગ વિસ્તારમાં પોતાનું કામ ઝડપથી પતાવીને પાછો ફરતો હતો. રિવરફ્રન્ટ પાસે આવેલા એરપોર્ટ રોડ પર ટ્રાફિક ઓછું હોવાથી મિતને