અંગારપથ - ૧૨

(264)
  • 8.6k
  • 16
  • 6.3k

અંગારપથ. પ્રકરણ-૧૨. “ગોલ્ડન બાર” ના સી.સી.ટીવી કેમેરામાં તેની તમામ હરકતો કેદ થઇ ગઇ હશે એ અભિમન્યુ જાણતો હતો છતાં તેને ધરપત એ હતી કે ઓફિસમાંથી ફાઇલ ઉઠાવતા કોઇએ તેને નહી જોયો હોય, કારણ કે એ એરીયામાં કેમેરા લગાવેલા નહોતા. તે અને પેલી અજાણી યુવતી સિફતપૂર્વક બારમાંથી બહાર નિકળી આવ્યાં હતા. એક પોલીસવાળીને આ કેસમાં શું મતલબ હોઇ શકે અને તે શું કામ આમ હુલીયો બદલીને બારમાં ઘૂસી હતી એ અભીને જાણવું હતુ. તો સામા પક્ષે યુવતી પણ હેરાન હતી. એક અજનબી વ્યક્તિ તેના પહેલાથી જ ઓફિસમાં હતો, વળી તેની જેમ એ પણ કશુંક શોધવા અંદર ઘૂસ્યો હતો. તેને