લવ કોમ્પ્લીકેટેડ (2)

(44)
  • 6.4k
  • 3
  • 4.3k

બારી નો કાચ તોડીને બોલ અંદર આવ્યો. 'નવરીનાવ, નલાએક, તોફાની છોકરાંવ ને હજાર વાર કહ્યું કે મેદાન માં જઈ ને રમો પણ માનતા જ નથી કોઈના બાપનું, હવે આ કાચ કોણ નવો કરાવી દેશે!' મેં તૂટેલા કાચ વાળી બારી માંથી જોયું. ડેલીએ ઉભા મમ્મી હૈયાવરાળ કાઢી રહ્યાં હતાં. સામે બધાં બાળકો ઘેરો વળી ને ઉભા હતાં. જેમાંથી એક છોકરો પાછળ ની તરફ ઇશારો કરતાં બોલ્યો, 'આંટી અમે નથી તોડ્યો કાચ, એતો માધુરીદીદી એ સિક્સર મારી!' બધા બાળકો એ જેની તરફ ઈશારો કર્યો તે તો બધાની પાછળ છુપાઈ ને બેસેલી હતી, 'સોરી આન્ટી, થોડો વાધારે જોર થી લાગી ગયું, તમે ટેન્શન