કોઝી કોર્નર - 14

(48)
  • 4.9k
  • 3
  • 2.3k

         હું અને બીટી જૂનાગઢ ડેપો પરથી બસમાં ચડ્યા ત્યારે રાતના નવ વાગ્યા હતા. મારી ખૂબ જ ઈચ્છા હતી કે માધવસિંહની સાથે વિભા રબારીના નેસડા પર જઈને પરેશ અને રમલીને છોડાવવામાં ભાગ ભજવવો.મને ખરેખર પરેશની ખૂબ જ ચિંતા થતી હતી, એક સમયે જેને ખૂબ જ નફરત કરી હતી એ પરેશ માટે શું કામ આટલો બધો પ્રેમ મારા દિલમાં ઉભરાઈ રહ્યો હતો એ મને સમજાતું નહોતું. પણ માધવસિંહે મારી આ ઈચ્છા પૂરી થવા દીધી નહી. અમને પરાણે જૂનાગઢ મોકલી દેવામાં આવ્યા અને બીજે દિવસે સવારે માધવસિંહે પોલીસ પલટનને સાથે લઈને વિભા રબારીના નેસડા પર છાપો માર્યો હતો. એ