ગૃહપ્રવેશ

(56)
  • 5.6k
  • 7
  • 1.4k

રવજીભાઈ પોતાની દિનચર્યા મુજબ સવારે ચાલવા ગયા હતા...ચાલી ને પરત ફરેલા રવજીભાઈએ હોલ માં બેઠેલા નાનકડા નિલ અને અમી વહુ ને જોયા...પણ કોકિલાબેન ક્યાંય નજરે ન પડ્યા..એમને અમી વહુ ને પૂછ્યું"અમી બેટા,તમારા મમ્મી ક્યાં છે..દેખાતા નથી?"અમી એ રવજીભાઈ તરફ જોવાની પણ દરકાર ન કરી અને પોતે વાંચી રહેલી મેગેજીન માં જ જોતા રહી અલ્લડતા થી જવાબ આપ્યો"મને ખબર નથી...હશે એમના રૂમ માં...હું આખો દિવસ ઘર અને બાળકનું ધ્યાન રાખું કે એમની આગળ પાછળ ફર્યા કરું"રવજીભાઈ માટે અમીનું આ વર્તન નવું ન હતું...એટલે એ અમી ની વાતો પર ધ્યાન આપ્યા વગર સીધા એમના રૂમ માં ચાલ્યા