મારા રૂમની બહાર ઘણા સમયથી દોડધામ ચાલી રહી હતી. બધા જ ખુશીથી હોંશે હોંશે પોતાના કામ કરી રહ્યા હતા. બધા ખુશ હતા, બહું જ ખુશ અને કેમ ના હોય એમની ખુશીનુ કેન્દ્ર હું પોતે હતી.હા, હું ઝંખના અને આ ઝંખના માટે બધા જ ખુશ હતા કારણ કે આજે મે જે નિર્ણય લીધો છે એ મારા જીવનનો સૌથી અઘરો નિર્ણય છે. કદાચ છેલ્લો પણ હોઈ શકે.આજે આટલા વર્ષો પછી મે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી મારો પરિવાર તો ખુશ હતો પણ હું. ખબર નહિ, પોતાની જાતને આ માટે તૈયાર કરી રહી હતી પણ મારા મનમાં એક ગુનાહિત ભાવના અચૂક રહી