ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૫)

(208)
  • 15k
  • 18
  • 9.7k

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૫) નમસ્કાર મિત્રો, ગેબી ગીરનાર - એક રહસ્યના ભાગ ૧ થી ૪ ને આપ સૌ તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવનારા દરેક ભાગને પણ આથી પણ વધારે સારો પ્રતિભાવ મળશે એવી આશા છે. હવે આગળ.... સંત વેલનાથના બોર્ડ પાસેથી જતી સાંકડી કેડી પર થઈને અમે એમના સ્થાનકે પહોંચ્યા. ત્યાં સંત વેલનાથનું નાનું એક મંદિર છે. તેમજ એક ખૂબજ મોટો ઓટલો પણ છે અને તે ઓટલા પર તેમનો ધૂણો તેમજ ત્રિશુલ વગેરે બધુ સાચવીને તે જગ્યા બનાવેલી છે. નજીકમાં જ એક બાજુ ખૂબ ઊંડી ખીણ આવેલી છે.