"ધનાબાપા, ઉપરવાળાની હામે આપડું કાંઈ હાલે કે ?" શું બોલવું તે ન સમજાતા સરપંચે આશ્વાસનનાં બે શબ્દો ઉચ્ચાર્યા. ધનાબાપા હાથબ ગામનાં પાંચમાં પૂછાતા અને પૂજાતા, નામાંકિત વડીલ છે. સૌની સાથે રહી સૌને સુખી અને હસતાં જોનારા ધનાબાપાનાં ઘરે છેલ્લા દસ દિવસથી દુઃખાના ઓળા ઉતારી પડ્યાં છે. ગામથી થોડું દૂર ધાનાબાપાનું ખેતર. જ્યાં ઉચાં પડથારના હારબંધ ચાર મકાન, ને ફળિયામાં રસોડું. ફળિયું સરસમજાનાં ફૂલછોડથી શોભી રહ્યું છે. ધનાબાપાને બે દીકરા અને એક દીકરી. સૌથી મોટા દીકરા નરેશને ગામમાં જ મુખ્ય બજારે સુથારી કામની દુકાન છે. બારી, બારણાં અને સર્નિચરનો સારો કારીગર. લાકડાં વેરવાનો બેન્સો પણ છે. ઘરમાં મોટો હોવાનાં નાતે ઘરની