વન્સ અપોન અ ટાઈમ - 18

(225)
  • 10.3k
  • 5
  • 8.6k

‘પુલીસવાલે અમીરજાદા કો કોર્ટ મેં કબ લાનેવાલે હૈ?’ ચેમ્બુરનો ડોન બડા રાજન તેના ખાસ માણસોને પૂછી રહ્યો હતો. ‘અભી પતા લગાતા હું ભાઈ.’ બડા રાજનના ખાસ માણસોમાંના એક ખેપાનીએ કહ્યું. તેણે એક પોલીસ અધિકારીને ફોન લગાવ્યો. તેની સાથે વાત કરીને રિસીવર ક્રેડલ ઉપર ગોઠવતા કહ્યું, ‘અગલે મહિને ઉસ કો પુલીસ સેશન્સ કોર્ટ મેં લાયેગી, શબ્બીર મર્ડર કેસ મેં.’ તેણે તારીખ અને સમય સહિતની માહિતી આપી.