લવ કોમ્પ્લીકેટેડ (1)

(45)
  • 8.3k
  • 4
  • 5.5k

એક વર્ષ પછી આજે હું ઘરે આરામ થી સૂતો હતો પણ, ઘૂઘૂ.... ઘૂ.... કરતા કબૂતરના અવાજે મારી ઊંઘ બગાડી, "અરે યા..... ર.... આ કબૂતર ની જાત ખબર નહીં કોણે એનું નામ શાંતિદૂત રાખ્યું હશે! એની ઊંઘ ક્યારેય ખરાબ નહીં કરી હોય ને!" ટેબલ પર પડેલી ઘડિયાર માં જોયું સાડાપાંચ વાગ્યા હતા, થોડો વધારે વહેલો ઉઠી ગયો એવું લાગ્યું, આંખો ખોલવા માટે પણ મહેનત કરવી પડી. બારી પાસે કદાચ કબૂતર બેસેલું હશે! અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે જોવા માટે બારી પાસે જઈ પડદો ખસેડયો, કબૂતર ઉડી ગયું. પડદો પાછો બંધ કરતો હતો પણ, મારી આંખો એ કંઇક એવું જોયું કે