જીવંત પગરણ..

(23)
  • 1.7k
  • 5
  • 722

?આરતી સોની??..જીવંત પગરણ..?"હેલો..""કોણ.?? શીલાનો મોબાઇલ તમારી પાસે ક્યાંથી આવ્યો? શીલા ક્યાં છે.?""એમનો એક્સિડન્ટ થયો છે. ડ્રાઇવ ઇન રોડ પર રીક્ષા પલટી ખાઈ ગઈ, ને એમને સાલ હૉસ્પિટલમાં દાખલ કર્યા છે, તમે જલ્દી પહોંચો."વિરાટ પથારીમાંથી સફળો બેઠો થઈ ગયો, "હે..!! શું..?""એમના પર્સમાંના મોબાઈલમાંથી છેલ્લો નંબર આ હતો, એ જોઈ ફોન લગાવ્યો.. તમને કેટલી બધી રિંગો મારી, પણ તમે ફોન ઉપાડતા જ નહોતાં.""હા.. હા.. આવ્યો.. આવ્યો.."વિરાટે બૂમ મારી.. "મમ્મી.."સુશીલાબેન કીચનમાં ગેસ પર કૂકર ચઢાવી રસોઈની તૈયારી કરી રહ્યાં હતાં."હા..""મમ્મી શીલાનો રીક્ષામાં એક્સિડન્ટ થયો છે. હું હૉસ્પિટલ જાઉં છું..""અરે.. રે… એક્સિડન્ટ? એતો રોજ બસમાં જાય છે ને..આજે રીક્ષામાં ગઈ છે? ચાલ હું પણ