આગળ જોયું કે ઓમ એ પહેલો પડાવ પાર કરી લીધો છે. યક્ષીણી ઓમ ને ભુતકાળમાં બનેલી ઘટના જણાવે છે તેમાં યક્ષીણી એ અહંકારને વશ થઈ તપસ્વીને જીવતો સળગાવી દીધો છે. તપસ્વી મરતાં મરતાં બોલે છે, "મહાદેવ...." અને એનું દેહ ભસ્મ બની જાય છે. "તે જ ક્ષણે જોરથી પવન ફૂંકાય છે અને મારી સામે એક આકૃતિ બનવા લાગે છે અને ધીરે ધીરે તે આકૃતિ સ્પષ્ટ દેખાવા લાગે છે. મેં તેમને હાથ જોડીને પ્રણામ કર્યું.તે બીજું કોઈ નહીં સ્વયં મહાકાલ સદાશિવ મહાદેવ હતાં. તે હંમેશા તેમના ભક્ત ની પુકાર પર હાજર થઈ જાય છે." યક્ષીણી એ કહ્યું. "તો એ તપસ્વી શિવ ભક્ત