વિનોદીની - 2.0

  • 2k
  • 2
  • 635

એક સાંજે ઓચિંતા પાપાએ મને બોલાવ્યો.ઉનાળા ની ઋતુ. ઉતરતો માર્ચ મહિનો એટલે ગરમી ખૂબ. અને એ ગરમી ને કારણે ઘર ના બધા જ સદસ્યો અગાસી પર પવન ખાવા બેઠા હતા.હું ત્યાં પોહચ્યો.પાપા એ પૂછ્યું ...કેમ કરવું છે આગળ ભણવાનું? કોલેજ કરવી છે કે હવે ધંધા માં જોડાઈ જવું છે? મેં નિશ્ચિંત અવાજે કહ્યું જેમ બધા ને ઠીક લાગે. જીત છે ને !! તારા માસી નો દીકરો. તેણે કહ્યું છે નિલને મોકલી દેજો અહીંયા. મારે જરૂર છે જ તેની. ભલે પાપા. હું જવા તૈયાર છું.સારું તો ગુરુવાર ની ટીકીટ લઈ આવજે.ગુરુવાર ની ! આજે મંગળ થયો છે. મેં કહ્યુંહા ગુરુવાર ની. જવાનું જ છે તો