બુધવારની બપોરે - 19

(21)
  • 3.3k
  • 4
  • 1.2k

ઍરપૉર્ટ જતા દાબી દાબીને બૅગમાં કપડાં ભરવાના હોય, એમ એ બન્ને હાથે પોતાનું પેટ દબાવતો હતો...એક વાર નહિ, અનેકવાર! સૉલ્લિડ-લૅવલની ચૂંકો ઉપડી હતી. વાત સહનશક્તિની સરહદો પાર કરી ચૂકી હતી. કોઇ પણ ક્ષણે મહા-બ્લાસ્ટ થઇ શકે એવી પરિસ્થિતિ કાબુ બહાર હતી. વડોદરાના ઍક્સપ્રેસ હાઇ-વે પર ૧૨૦-ઉપર દોડતી એની ‘આઉડી’ની સ્પીડ નીચે ય લવાય એમ નહોતી....જરાક મોડું થાય તો જરાક માટે નિશાન ચૂકી જવાય!