પ્રણય સપ્તરંગી - પ્રકરણ 23

(53)
  • 3.6k
  • 3
  • 2.1k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 23 અક્ષય નીચે જવાનુ વિચારતો હતો અને સામે રણજીત આવીને ઊભો એણે ગુસ્સાથી અક્ષય સામે જોઇ પૂછ્યું "ક્યાં જાય છે ? તને સોપ્યું એ કામ થઇ ગયું? અક્ષય પીધેલામાં પણ થોડો અચંબામાં પડી ગયો એને થયું મેં શુ ભૂલ કરી છે આ મારી સાથે આમ વાત કરે છે ? એણે કહ્યું "બોસ તમે કહ્યું એ પ્રમાણે જ બધુ જ કામ પુરુ કર્યુ છે છતાં તમે કેમ મારાં ઉપર ભડકો છો ? શું થયું ? અને હું તો વિચારતો હતો કે મેં કામ પુરુ કર્યું કંઇ ઇનામ મળશે આતો આગ ક્યાંક બીજે લાગી અને મારાં