પેજ ૧૦ થી આગળ.... એક્ચ્યુઅલી મમ્મી તેમની પાસે થી જ બીઝનેસ સીખી છે, તેવું આજે મને ખબર પડી. પ્રયાગ બોલ્યો. તો તો..આન્ટી તેમને નજીકથી ઓળખે છે એમ કહેવાય.અને કદાચ એટલા માટે જ પ્રયાગ ગ્રુપ આટલું મજબૂત રીતે બીઝનેસ કરી રહ્યું હશે...ને ? નક્કી મી. અનુરાગ એક વ્યક્તિ વિશેષ જ હશે...પ્રયાગ. આસ્થા જાણે અજાણે જ અનુરાગ ના સાચા ગુણગાન કરી રહી હતી. કાર એના મુકામ તરફ પ્રયાણ કરી રહી હતી. અંજલિ નો ડ્રાઈવર વફાદાર હતો....અને ક્યારેય ગાડી માં કોણ શુ વાત કરી રહ્યું છે તેમા ક્યારેય રસ લેતો ન્હોતો અને ક્યારેક તેના કાને કોઈ વાત પડી હોય તો પણ ક્યારેય વાત કોઈના સુધી