કોઝી કોર્નર - 13

(38)
  • 3.6k
  • 3
  • 2.1k

        પરેશ અને રમલી બેભાન અવસ્થામાં જ પાછલી સીટમાં પડ્યા હતા.ગટોર અને ભીમો પીછો કરી રહેલી કારની તપાસ કરવા હાઇવે પર ચાલીને જઈ રહ્યા હતા.અને ઘમુસરને બરાબરનો ધોયા પછી રણ ગોલીન્ડો કરીને ફિયાટની ડીકીમાં પોટલું નાખે એમ નાખીને વાલમસિંહ અને તેના દોસ્તોએ ફિયાટ ભગાવી હતી.અનાયાસે અબ્દુલની બ્લેક એમ્બેસેડરે ફિયાટની ઓવરટેક કરી એટલે વિરસિંહે એમ્બેસેડર સાથે હરીફાઈ કરી હતી. અચાનક એમ્બેસેડર રોડની એક સાઈડ પર ઉભી રહી ગઈ તેથી વાલમસિંહને આશ્ચર્ય થયું હતું.એ બ્લેક એમ્બેસેડરનો માલીક પોતાના હાથે માર ખાઈ ચુક્યો છે એ વાત પણ વાલમસિંહને યાદ આવી હતી.પણ એ ખુદ હમીરસંગ હતો એ વાલમસિંહને ખબર નહોતી."વિરસિંહ, આ એમ્બેસેડરનો માલિક