નિયતિ - ૨૧

(117)
  • 4.6k
  • 13
  • 2.1k

બે દિવસ બાદ વાસુદેવભાઇને ઘરે લઈ જવાની મંજૂરી અપાઈ હતી. બંને દિવસ પાર્થ સખત દોડાદોડીમાં રહ્યો હતો. ઘડીક ઑફિસમાં તો ઘડીક ઘરે જઈ આવી બને એટલો સમય એ હોસ્પિટલમાં જ રોકાયો હતો. ક્રિષ્નાએ ઘણી વખત એને ઘરે જવાનું કહ્યું પણ એ માન્યો ન હતો. સાંજે હોસ્પિટલમાંથી રજા મળ્યાં પછી, બધી વિધિ પતાવી ઘરે પહોંચતા રાત પડી ગઈ. એમ્બ્યુલન્સમાં પાછા આવેલા વાસુદેવભાઇને સ્ટ્રેચર પર સુવડાવીને બે માણસો અંદર લઈ આવ્યા ત્યારે ક્રિષ્નાને કમકમા આવી ગયા ! જશોદાબેન એમનો રૂમ ઠીક કરી રહ્યા હતા. પાર્થ પેલા માણસોને વાસુદેવભાઇને એમના રૂમ તરફ લઈ જવા દોરી રહ્યો હતો. ક્રિષ્નાને અચાનક માથું દુખવા લાગ્યું. કોઈએ જાણે