સબ ઈન્સ્પેક્ટર આઈઝેક બાગવાન અને તેમના સાથી પોલીસમેનને મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શાબાશી આપી રહ્યા હતા ત્યારે બીજી બાજુ અંડરવર્લ્ડ ડોન કરીમલાલા વિચલિત થઈ ગયો હતો. મુંબઈ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મન્યા સુર્વે માર્યો ગયો એનું કરીમલાલાને દુ:ખ નહોતું, પણ ડોશી મરી જાય એના કરતા જમ ઘર ભળી જાય એનો ભય એને સતાવતો હતો. આગળ જતા આ બધાનો અંત શું આવી શકે એની કલ્પના કરતાં પણ એને તકલીફ થતી હતી. મન્યા સુર્વેની જગ્યાએ આવતી કાલે સમદ, અમીરજાદા કે આલમઝેબ નામ પણ હોઈ શકે.