બીજા દિવસે દક્ષ પોતાની ઑફિસે હોય છે. દક્ષના મેનેજર પર્સનલ સેક્રેટરીના ઈન્ટરવ્યું લેવાના હોય છે. આખરે પચાસ કેન્ડીડેટ માંથી ત્રણ યુવતીઓને સેક્રેટરી તરીકે પસંદ કરી. ત્રણેયને પોતપોતાનું કાર્ય સમજાવી મેનેજર ચાલ્યા ગયા. દક્ષે ત્રણેય સેક્રેટરીને એક પછી એક વારાફરતી પોતાની કેબિનમાં બોલાવ્યા. બે સેક્રેટરી સ્માર્ટ અને ઈન્ટેલીજન્ટ લાગી. હવે એક સેક્રેટરી બાકી હતી. દક્ષ પોતાની કેબિનમાં ફાઈલ ખોલી પાછળની તરફ મોં ફેરવીને બેઠો હતો. કેબિનનો દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને એક યુવતીએ " May i come in sir?" એવો અવાજ દક્ષના કાને પડ્યો. " Yes come in." આટલું કહી દક્ષ આગળ તરફ ફર્યો. ફાઈલ મૂકી દીધી અને