સંબંધો ની આરપાર...- પેજ - ૧૦

(51)
  • 4.8k
  • 4
  • 2.8k

 પેજ -૯ નુ અનુસંધાન...આસ્થા પ્રયાગ ની સમીપ આવી ને ઊભી રહી ગઈ, તેની આંખો સીધી પ્રયાગ ની આંખો માં આંખો મીલાવીને કંઈક કહેવા માંગતી હતી. દિલ ની વાત તેના મ્હો પર શબ્દો સ્વરૂપે કોઈપણ કારણસર ના લાવી શકી.આસ્થા એ ગુલાબ નાં ફૂલ નુ બૂકે....પ્રયાગ ને શુભેચ્છાઓ રૂપે આપ્યું.  આસ્થા એ ગુલાબ ના ફૂલ ની સાથે સાથે પોતાનુ ગુલાબી દિલ પણ પ્રયાગ ને આપી દીધું હતું, જેની પ્રયાગ ને બિલકુલ ખબર જ નહોતી. પ્રયાગ નુ ધ્યાન અત્યારે તો ખાલી એની પાર્ટી માં આવેલા દરેક મિત્રો પર હતું એટલે આસ્થા ના ફુલ ની સાથે તેનુ દિલ પણ ભેટ માં જ મળી ગયુ