રણમાં ખીલ્યું ગુલાબ - 13

(219)
  • 18.1k
  • 26
  • 12.2k

કુબેરચંદ માસ્તરનો દીકરો મયંક સોફ્ટવેર અન્જિનિયર બનીને ઇંગ્લેન્ડમાં સ્થાઇ થઇ ગયો અને મિકી બની ગયો. એની પત્ની સરયુ બની ગઇ સિલ્વીયા. પંદર વર્ષના પશ્ચિની વસવાટ પછી એને યાદ આવ્યું કે એના બંને બાળકોએ તો હજુ સુધી ઇન્ડિયા જોયું જ નથી. એણે અમદાવાદ ફોન કરી દીધો, “પપ્પા, હેપી અને લવલી વર્લ્ડ ટુર ઉપર નીકળ્યા છે. એક વીક પછી અમદાવાદ પહોંચશે. ફરીથી ક્યારે આવશે એની તો મનેય ખબર નથી. પણ હું ઇચ્છું છું કે તમે એમને સારું-સારું ખવડાવજો, પીવડાવજો અને ઘૂમાવજો. કદાચ બીજી વાર ઇન્ડિયા આવવાનું એમને મન થશે.