પ્રતિક્ષા - ૩૫

(131)
  • 6.6k
  • 13
  • 1.8k

“કહાનને પ્લીઝ સાચવી લેજો. હું હવે ક્યારેય...” ઉર્વાથી એક નિસાસો નંખાઈ ગયો. પોતાની આંખમાં આવેલા ઝળઝળિયાંને આંખમાં જ રોકી રાખીને તેણે ઉમેર્યું, “હું હવે ક્યારેય તેની સાથે કોઈ જ વ્યવહાર નથી રાખવા માંગતી. પ્લીઝ”“ઉર્વા... કહાન મરી જશે!” દેવ બહુ સારી રીતે જાણતો હતો કે કહાનની હાલત શું થશે ઉર્વા વિના. સ્વાતિના મૃત્યુ પછી રેવાએ અને રેવાના મૃત્યુ પછી ઉર્વાએ જ તેને સાચવ્યો હતો. ઉર્વા વિનાના કહાનની તો કલ્પના પણ શક્ય નહોતી થઇ રહી તેના માટે. દેવે ફટાફટ કહાનના રૂમમાં ડોકિયું કરી જોઈ લીધું કે તે સુતો હતો એટલે ત્યાંથી ધીમા પગલે નીકળી પોતાના રૂમમાં બારી પાસે બેસી ફરી વાત કરવા