જે આવે તે ખપે ને બાવો બેઠો જપે...! બાવા બનવું, બાવા બનાવવું, ને બાવામાં ખપવું, એ ત્રણેય ફેકલ્ટી અલગ. જેમ કે કુંવારો પરણેલો ને પસ્તાયેલો...! જેવાં જેવાં યોગ ને જેવાં જેવાં ઉપયોગ. બાવા બનવું પણ નથી દાદૂ..! સિવાય કે કોઈ બાવો બનાવી જાય..! ત્યાગની ભાવના તો બાવા માટે પણ જોઈએ. અમસ્તું કહેવાય કે, ‘ બાવો બેઠો જપે, ને જે આવે તે ખપે..! ‘ પ્રામાણિક પ્રયોગ છે યાર..! ‘ નો ચોઇઝ નો ડીમાન્ડ. જે આવે તે ખપે...! મારે બાવા બનવું નથી. આતો એક કડછો હલાવી જોયો...! વાત શમણાની કરવી છે. અમુક તો સામે આવવાને બદલે, સ્વપ્નામાં