અંગારપથ ભાગ-૯ સમગ્ર ઇલાકામાં સ્તબ્ધતાં પ્રસરી ગઇ. એકાએક જ બધું હાઇ એલર્ટ પોઝીશનમાં મુકાઇ ગયું. હોસ્પિટલ જેવી જાહેર જગ્યામાં સરેઆમ રાઇફલો ધણધણી હતી એ કોઇ સામાન્ય ઘટનાં નહોતી. ચાર ચાર લાશો ઢળી હતી અને એક વ્યક્તિ હજું ગંભીર હાલતમાં કણસી રહ્યો હતો. હોસ્પિટલનો સ્ટાફ અને રેસીડન્ટ ડોકટરો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને રીસેપ્શન હોલનો માજરો જોઇને ઠરીને ઉભા રહી ગયાં હતાં. ભયાવહ આતંકનું મોજું ત્યાં પ્રસરી ચૂકયું હતું. અભીમન્યુ વાન પાછળ દોડયો તો ખરો પરંતુ એ ઔરત અને તેનો સાગરીત ત્યાંથી ભાગી છૂટવામાં સફળ નિવડયાં. નિરાશ થઇને હાથ મસળતો તે પાછો રીસેપ્શન એરીયામાં આવ્યો. તે સીધો જ