વન્સ અપોન અ ટાઈમ - 11

(266)
  • 15.1k
  • 28
  • 11.9k

અનીસ અને મોહમ્મદ સાહિલની જિંદગી લાંબી હશે એટલે એ બંને ભાગી છૂટવામાં સફળ થયા હતા. સમદ-અમીરજાદા અને એમના માણસો હાથ ઘસતા રહી ગયા હતા. એમણે બેફામ ગોળીબાર કર્યો હતો, પણ અનીસ અને સાહિલ બાલબાલ બચી ગયા હતા. સમદ અને અમીરજાદાની હિંમત જોઈને દાઉદ અને શબ્બીર સડક થઇ ગયા હતા. સમદ, આલમઝેબ અને અમીરજાદાની પઠાણ ગેંગે ગેંગવોર ડિક્લેર કરી દીધી હતી. દાઉદ-શબ્બીરે વળતો હુમલો કરવાનો નિશ્ચય કર્યો. દાઉદ અને શબ્બીરે સમદ, અમીરજાદા અને આલમઝેબને પતાવી દેવા માટે એક મહિનામાં ત્રણ વાર યોજના બનાવી પણ સમદ, અમીરજાદા કે આલમઝેબ એમના હાથમાં આવ્યા નહીં.