આખરે મહોર મારી !

(23)
  • 2.1k
  • 3
  • 585

અત્યાર સુધી લગભગ પંદર જણાએ શિખાને ના સંભળાવી હતી. ખરું પૂછો તો શિખા તેમને ના પાડતીહતી. આ તો પુરૂષનું અહં સંતોષાય એટલે છોકરાવાળા કહેતા, ‘અમને શિખા પસંદ નથી’. શિખાના મમ્મી અને પપ્પા વિચાર કરે, આ છોકરી એવું તો શું કરે છે અને પછી કહે છે, મુરતિયા એને હા જ નથી પાડતાં. શિખામાં કોઈ વાતની કમી ન હતી. ભણેલી, ગણેલી, સુંદર અને ગુણિયલ.